વટવા વિસ્તારમાં આવેલ વેટિકન પોલીસ ચોકી ચાર રસ્તા પાસે રસ્તા પર પડેલા ભારે ભંગાણ અને મોટા ખાડાઓના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો અત્યંત પરેશાન થઈ ગયા છે. તંત્ર દ્વારા લાંબા સમયથી આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બચુભાઈના કુવા તરફ્ જતા મુખ્ય માર્ગ પર જ આ ભંગાણ અને ખાડાઓ આવેલા હોવાથી દૈનિક ધોરણે અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમ્યાન આ ખાડાઓના કારણે ચાર રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગે છે અને રોજબરોજ ગંભીર ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાય છે.
