ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને મેગેઝિન ક્લબ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 'સામયિક સંવાદ –PRASAR પરિચય' કાર્યક્રમનું સફ્ળઆયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય દ્વારા પ્રિન્ટ સામયિકોના દીર્ઘકાલીન સંરક્ષણ અને વૈશ્વિક જ્ઞાનપ્રસાર માટે વિકસાવવામાં આવેલી અનોખી 'PRASAR'(Periodical Resource Access & Scholarly Archive Repository) યોજનાનો સત્તાવાર પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલે કહ્યું કે, જ્ઞાનનું સર્જન જેટલું મહત્વનું છે, એટલું જ તેનું સંરક્ષણ અને વ્યાપક પ્રસાર પણ આવશ્યક છે. ડિજિટલ યુગમાં શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના જ્ઞાનવારસાને સમયાનુકૂળ ટેક્નોલોજી સાથે જોડવો જરૂરી બની ગયો છે. તેમણે ઉમેર્યું કે ગૂજરાત વિદ્યાપીઠ હંમેશાં સમાજલક્ષી પહેલો માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને PRASAR યોજના પણ આ દિશામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય દ્વારા વિકસાવવામાં આવેલી PRASAR(Periodical Resource Access & Scholarly ArchiveRepository) યોજનાનો પરિચય કરાવવાનો તેમજ પ્રિન્ટ સામયિકોના ડિજિટાઇઝેશન, ડિજિટલ સંરક્ષણ, આર્કાઇવિંગ અને વૈશ્વિક જ્ઞાનપ્રસાર માટે શરૂ કરવામાં આવેલી કન્સલ્ટન્સી સેવાઓ અંગે માહિતી આપવાનો હતો.

બારડોલી સર્કિટ હાઉસ સામે રસ્તા પર વીજતાર પડતા નાસભાગ મચી









