ભારતની નં. 1 પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ દ્વારા 10 જૂન, 2026ના રોજ જિઓ વર્લ્ડ સેન્ટર ખાતે માતાઓ અને માતા ઇન્ફ્લુએન્સર્સને સાથે લાવતી તેની ફ્લેગશિપ પહેલ મમાઝ ડે આઉટની ત્રીજી એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં પરિણિતી ચોપરા જેમણે તાજેતરમાં જ માતૃત્વ ધારણ કરેલ છે તેમની ઉપસ્થિતિથી જોરદાર પ્રતિભાવ જોવા મળ્યો હતો. પરિણિતીએ માતૃત્વના અંગત અનુભવો આ ઇન્ફ્લુએન્સર્સ તથા ઉપસ્થિતિ લોકો સાથે શેર કર્યા હતા અને તેનાથી તેમને એક સચોટ પ્રેરક બળ મળ્યું હતું. પ્રથમ એડિશન વખતે સોનમ કપૂરે લોકોને ઇન્ફ્લુએન્સર્સને પ્રોત્સાહિત કર્યા હતા તો દ્વિતીય એડિશનમાં કાજલ અગરવાલ રહ્યાં હતા. આમ દરેક એડિશન સાથે બ્રાન્ડના ઇવોલ્યુશનને વેગમાન કર્યું છે. આ ઇવેન્ટ વખતે મેનકાઇન્ડ કન્ઝયુમર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના વાઇસ પ્રેસિડન્ટ અને સેલ્સ અને માર્કેટિંગના હેડ જોય ચેટરજીએ જણાવ્યું હતું કે, માતૃત્વ એ એક યાત્રા છે અને પ્રેગાન્યૂઝ તેમની આ યાત્રામાં દરેક તબકકે તેમની કાળજી અને ધ્યાન રાખવામાં માને છે.

કેશોદમાં નદીના વહેણ રોકતા બાંધકામ નહીં હટે તો ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થશે









