ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જ અસારવા અને તેની આસપાસના વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા ઠેર-ઠેર rસ્તાઓ ખોદીને એમ જ મૂકી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલા પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાના દાવા કરતું તંત્ર જનતાના સવાલોના જવાબ આપવામાં નિષ્ફ્ળ સાબિત થઈ રહ્યું છે.


મહત્વનું છે કે અસારવા અને તેની આસપાસના મુખ્ય માર્ગો અત્યારે સંપૂર્ણપણે ખોદાયેલી હાલતમાં છે, જેમાં મુખ્યત્વે મોહન સિનેમા ચાર રસ્તા, મેઘાણીનગર રોડ

અને શાહીબાગ સોસાયટી વિસ્તાર આ તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીના રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું અત્યંત જોખમી બન્યું છે. મહત્વનું છે કે ચોમાસાની ઋતુમાં અકસ્માતની મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર જાગે અને આ રસ્તાઓનું યોગ્ય અને મજબૂત પુરાણ કરીને વહેલી તકે કામ પૂર્ણ કરે તેવી લોકમાંગ ઉઠી છે. મહત્વનું છે કે માત્ર અસારવાજ નહીં પૂર્વના અનેક વિસ્તારમાં ખોદકામ કરી છોડી મુકાયું છે. ચોમાસું આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: