ગરબાડા માધ્યમિક શાળા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ અને મામલતદારના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આરોગ્ય અને વિવિધ સરકારી સેવાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા પોર્ટેબલ એક્સ-રે યુનિટની કાર્યપદ્ધતિ વિશે માહિતી અપાઈ હતી. ઉપરાંત ટીબીના સ્ક્રીનિંગનું નિદર્શન કરી સ્થળ પર જ એક્સ-રે સેવા ઉપલબ્ધ કરાવાઈ હતી, જેનો અનેક નાગરિકોએ લાભ લીધો હતો. શિબિર દરમિયાન મામલતદાર કચેરી દ્વારા પ્રજાલક્ષી સેવાઓ અને વિવિધ સરકારી કામોની જાણકારી આપવામાં આવી હતી.ICDS વિભાગ સહિત અન્ય સરકારી વિભાગોએ પણ માહિતી અને સેવા આધારિત સ્ટોલ ઊભા કર્યા હતા, જ્યાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને વિગતવાર માહિતી મળી હતી. આપ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીલાબેન શૈલેષભાઈ દેહદા, મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા હેલ્થ ઓફ્સિર, તલાટી કમ મંત્રી પી.એચ. હઠીલા ઉપસ્થિત રહ્યા હતા.










