પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ પોતાના યાત્રીઓની સુવિધાઓને સતત ઉત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને માન્ય યાત્રીઓની સુરક્ષિત અને સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા માટે અનેક મજબૂત પગલાં લઈ રહ્યું છે. અનધિકૃત યાત્રાને અટકાવવાના ઉદ્દેશથી મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશ, સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજર અન્નૂ ત્યાગી અને અન્ય કોમર્શિયલ અધિકારીઓ દ્વારા દરરોજ ટિકિટ તપાસ કામની સમીક્ષા કરવામાં આવી તથા તેમના માર્ગદર્શનમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન સંચાલિત કરવામાં આવ્યા.

રૂ.2.48 કરોડની રકમ વસૂલ કરવામાં આવી

સિનિયર કોમર્શિયલ અધિકારીઓની દેખરેખમાં કાર્યરત અત્યંત પ્રેરિત ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલ 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન અનેક અભિયાન ચલાવવામાં આવ્યા, જેના પરિણામે રૂ.25.72 કરોડની વસૂલી થઈ, જે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાનની સરખામણીમાં લગભગ 54% વધારે છે. ફક્ત જાન્યુઆરી 2026 મહિનામાં વગર ટિકિટ અને અનિયમિત યાત્રાઓ, જેમાં વગર બુકિંગના મામલા પણ સામેલ છે, 32,330 પ્રકરણોની ઓળખ કરીને રૂ.2.48 કરોડની રકમ વસૂલ કરવામાં આવી, જે નિર્ધારિત લક્ષ્યથી 18% વધારે છે.

પાટણ-સાબરમતી રેલવે સેક્શન્સમાં સંચાલિત કરવામાં આવ્યું

તા. 03.02.2026ના રોજ મંડળ વાણિજ્ય પ્રબંધક અંકુર દેસાઈના નેતૃત્વમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન 7 ટિકિટ તપાસ સ્ટાફની ટીમ દ્વારા કુલ 181 કેસ પકડાયા, જેમાંથી દંડરૂપે ₹1,15,440નું આવક પ્રાપ્ત થયું .તારીખ 04.02.2026 ના રોજ મંડળ કોમર્શિયલ મેનેજર શ્રી જયેશ મકવાણાના નેતૃત્વમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું, જેના હેઠળ 14702 અમરાપુર અરાવલી એક્સપ્રેસ, 79434 સાબરમતી-પાટણ ડેમૂ, 79432 સાબરમતી-મહેસાણા ડેમૂ, 79436 પાટણ-સાબરમતી ડેમૂ તથા 12547 આગરા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસમાં સઘન તપાસ કરવામાં આવી. આ અભિયાનમાં 10 ટિકિટ તપાસ સ્ટાફ અને 4 આરપીએફ સ્ટાફની હાજરી રહી. અભિયાન દરમિયાન વગર ટિકિટના 120, ઉચ્ચ શ્રેણીમાં યાત્રા કરનારા 19, વગર બુકિંગ સામાનના 1 તથા ગંદકી ફેલાવવાના/થૂકવાના 4 પ્રકરણ સહિત કુલ 144 પ્રકરણ પકડવામાં આવ્યા, જેનાથી રૂ.47,010 ની વસૂલાત કરવામાં આવી. આ અભિયાન સાબરમતી-મહેસાણા અને પાટણ-સાબરમતી રેલવે સેક્શન્સમાં સંચાલિત કરવામાં આવ્યું.

માન્ય ટિકિટ લઈને જ યાત્રા કરે મુસાફરો

આ પ્રકારના પરિણામ અનધિકૃત યાત્રા પર નિયંત્રણ મેળવવા, યાત્રા અનુભવને ઉત્તમ બનાવવા તથા સાર્વજનિક સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રત્યેની પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પોતાના યાત્રીઓને વિનમ્ર વિનંતી કરે છે કે તેઓ યોગ્ય અને માન્ય ટિકિટ લઈને જ યાત્રા કરે, જેનાથી તેમને સુગમ, સુરક્ષિત અને આનંદદાયક યાત્રા થાય.


આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે દ્વારા હોળીના તહેવાર પર હોલિડે સ્પેશિયલ ટ્રેનોનું આયોજન કરાયું