પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા યાત્રીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના હેતુથી રેલવે અધિનિયમ, 1989 ની કલમ 198 તથા 167 અંતર્ગત 12 જાન્યુઆરી 2026ના રોજ એક વિશેષ સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો અને રેલવે પરિસરોમાં કુલ 158 કેસોમાં કાર્યવાહી કરવામાં આવી, જેમાંથી ₹23,950નો દંડ વસૂલવામાં આવ્યો.

અમદાવાદ સ્ટેશન: 69 કેસમાં ₹11,800

01-સાબરમતી: 13 કેસમાં ₹1,400

02-મહેસાણા: 5 કેસમાં ₹1,000

03-પાલનપુર: 17 કેસમાં ₹2,500

04-વિરમગામ: 6 કેસમાં ₹750

05-ગાંધીધામ: 18 કેસમાં ₹3,100

ઉપરાંત Sr DCMSQD દ્વારા 30 કેસોમાં ₹3400 નો દંડ વસૂલવામાં આવ્યો.

આ સમગ્ર અભિયાન દરમિયાન વિવિધ સ્થળોએ કુલ 22 રેલવે કર્મચારીઓની તૈનાતી કરી સઘન દેખરેખ અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવી. રેલવે પ્રશાસન મુસાફરો તથા સામાન્ય જનતાને અપીલ કરે છે કે રેલવે પરિસર અને ટ્રેનોમાં થૂંકવું તથા ગંદકી ફેલાવવાથી દૂર રહે અને સ્વચ્છતા સંબંધિત નિયમોનું પાલન કરે. સ્વચ્છ રેલવે અને સુરક્ષિત રેલવેના નિર્માણ માટે સૌનો સહયોગ અત્યંત આવશ્યક છે.


આ પણ વાંચો : Agriculture News : કોથમીર ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતો અને ઓછા ખર્ચે ઉગાડી શકાય તેવો પાક