એ જોવામાં આવ્યું છે કે, ઉતરાયણ/મકરસંક્રાંતિ તહેવાર દરમ્યાન આ પતંગ ઉડાવતી વખતે પતંગ ની દોરી આ હાઈ વોલ્ટેજ તારોમાં ફસાઈ જાય છે. આ મામલામાં રેલવે કર્મચારી જ્યારે કામ કરે છે તો આ દોરીના સંપર્કમાં આવવાથી ગંભીર વિધ્યુત ઝટકાનો ખતરો રહે છે જેનાથી જીવને નુકસાન થઈ શકે છે. આ સિવાય કેટલીક વાર આમ નાગરીક પણ રેલવે ટ્રેક નજીક પતંગ ઉડાવે છે તથા ઓવેરહેડ તારોમાં ફસાયેલી પતંગને નીકાળવાનો પ્રયાસ કરે છે, જે અત્યંત ખતરનાક અને જીવલેણ થઈ શકે છે. રેલવે પ્રશાસન તમામ નાગરિકોને અપીલ કરે છે કે સામાજિક હિતને ધ્યાનમાં રાખીને જાતે સાવચેત રહેવા તથા વધુમાં વધુ લોકોને જાગૃત કરે.
અમદાવાદ મંડળ દ્વારા જનસામાન્ય માટે સુરક્ષા જાગૃતિ અભિયાન
ઉત્તરાયણ પર્વ દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ તથા ઉપરથી પસાર થતી 25,000 વોલ્ટની ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઈનોને કારણે ગંભીર અકસ્માતોની શક્યતા રહે છે. જનહિતમાં રેલવે પ્રશાસન દ્વારા સામાન્ય નાગરિકોને સુરક્ષા સંબંધિત માર્ગદર્શન (કાઉન્સેલિંગ) આપવામાં આવી રહ્યું છે તથા જરૂરી સાવચેતીઓ અપનાવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
