ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન શકે છે.

આંશિક રીતે રદ થનારી ટ્રેનો

01-10 જાન્યુઆરી, 2026ની ટ્રેન નંબર 19418 અમદાવાદ–બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે. આ રીતે આ ટ્રેન વસઈ રોડ–બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

02-11 જાન્યુઆરી, 2026ની ટ્રેન નંબર 19417 બોરીવલી–અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડ પરથી શોર્ટ ઓરિજિનેટ થશે. આ રીતે આ ટ્રેન બોરીવલી–વસઈ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રી-શેડ્યૂલ થનારી ટ્રેનો:

01-10 જાન્યુઆરી, 2026 ની ટ્રેન નંબર 12902 અમદાવાદ–દાદર એક્સપ્રેસ તેના માર્ગમાં 20 મિનિટ રી-શેડ્યૂલ થશે.

02-10 જાન્યુઆરી, 2026 ની ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 45 મિનિટ રી-શેડ્યૂલ થશે, એટલે કે આ ટ્રેન વેરાવળથી 12:35 વાગ્યે પ્રસ્થાન કરશે.

03- 11 જાન્યુઆરી, 2026 ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ 30 મિનિટ રી-શેડ્યૂલ થશે, એટલે કે આ ટ્રેન 06:10 વાગ્યે પ્રસ્થાન કરશે.


આ પણ વાંચો : Gir Somnath News : રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદથી ટ્રેનમાં પધારેલા યાત્રિકોનું વેરાવળ સ્ટેશન પર ઢોલ નગારા, શરણાઈ, ભાતીગળ ગરબાથી સ્વાગત કરાયું