પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર પુનર્વિકાસનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. પુનર્વિકાસ કાર્યના અંતર્ગત અમદાવાદ સ્ટેશન પર રેલવે લાઇન સંખ્યા 06, 07, 08, 09 અને 10 ઉપર નવા દક્ષિણ ફૂટ ઓવર બ્રિજ (FOB)ના સ્પાન-03 માટે કમ્પોઝિટ સ્ટીલ ગર્ડરોનું લોન્ચિંગ કાર્ય એઆરટી ક્રેન તથા હાઈડ્રા ની મદદથી કરવામાં આવશે. યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી આયોજન કરે. ટ્રેનો અંગેની વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે.

18 જાન્યુઆરીના રોજ શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો

01-ગાડી સંખ્યા 19033 વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

02-ગાડી સંખ્યા 22953 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

18 જાન્યુઆરીના રોજ સંપૂર્ણ રીતે રદ થનારી ટ્રેનો

01-ગાડી સંખ્યા 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે.

02-ગાડી સંખ્યા 19036/19035 મણિનગર–વડોદરા–વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે.

03-ગાડી સંખ્યા 69101/69102 વડોદરા–વટવા–વડોદરા મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે.

04-ગાડી સંખ્યા 69115/69130 વડોદરા–વટવા–આણંદ મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે.

06-ગાડી સંખ્યા 59549/59550 વડોદરા–વટવા–વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર સંપૂર્ણ રીતે રદ રહેશે.

18 થી 26 જાન્યુઆરી સુધી રેલવે ક્રોસિંગ નં. 29 (ખોડા રેલવે ફાટક) બંધ રહેશે

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના સાણંદ–છારોડી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 29 કિમી 533/2-4 (ખોડા રેલવે ફાટક) ની મરામત તથા જાળવણીના કામ માટે 18 જાન્યુઆરી 2026ના રોજ સવારે 08.00 વાગ્યાથી 26 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 20.00 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન માર્ગ ઉપયોગકર્તાઓ રેલવે ક્રોસિંગ નં. 37 (સચાણા રેલવે ફાટક) અને રેલવે ક્રોસિંગ નં. 22A (ROB-જોગણી માતા રેલવે ફાટક)નો ઉપયોગ કરી શકશે.


આ પણ વાંચો : Ahmedabad News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી