પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં અમદાવાદ–વિરમગામ રેલખંડ પર સાબરમતી ‘એ’ કેબિન (SBT-A) અને સાબરમતી (SBT-E) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કાર્ય માટે 27 જાન્યુઆરી, 2026ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

આંશિક રૂપે નિરસ્ત ટ્રેનો

01-તારીખ 27.01.2026ની ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

02-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (01-ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ વિરમગામ–સાણંદ–સાબરમતી (જેલ સાઇડ)–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ–કટોસન રોડ–કલોલ–સાબરમતી બીજી ના રસ્તે ચાલશે તથા સાબરમતી બીજી સ્ટેશન (ધર્મનગર સાઇડ) પર શોર્ટ ટર્મિનેટ થશે. ઉપરાંત, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ) અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ દરમ્યાન ટ્રેન સાણંદ, સાબરમતી જં. (જેલ સાઇડ) અને અમદાવાદ નહીં જાય.

સંપૂર્ણ રદ ટ્રેનો

01-તારીખ 26.01.2026 તથા 27.01.2026ની ટ્રેન સંખ્યા 69185 અમદાવાદ–વિરમગામ મેમૂ રદ રહેશે.

02-તારીખ 27.01.2026 તથા 28.01.2026ની ટ્રેન સંખ્યા 69186 વિરમગામ–અમદાવાદ મેમૂ રદ રહેશે.

03-તારીખ 26.01.2026 તથા 27.01.2026ની ટ્રેન સંખ્યા 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

04-તારીખ 27.01.2026 તથા 28.01.2026ની ટ્રેન સંખ્યા 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

05-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.

માર્ગ પરિવર્તિત ટ્રેનો

01-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 14807 જોધપુર–દાદર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખોડિયાર–સાબરમતી બીજીના બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર–ચાંદલોડિયા–સાબરમતી ‘એ’ કેબિન–અમદાવાદ ના રસ્તે ચાલશે. આ દરમિયાન, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) પર રોકાશે.

02-તારીખ 26.01.2026ની ટ્રેન સંખ્યા 19032 યોગ નગરી ઋષિકેશ–સાબરમતી યોગા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખોડિયાર–સાબરમતી બીજીના બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર–ચાંદલોડિયા–સાબરમતી ‘એ’ કેબિન ના રસ્તે ચાલશે. આ દરમિયાન, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) પર જશે.

03-તારીખ 26.01.2026ની ટ્રેન સંખ્યા 14805 યશવંતપુર–બાડમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ અમદાવાદ–સાબરમતી બીજી–ખોડિયારના બદલે પરિવર્તિત માર્ગ વાયા અમદાવાદ–સાબરમતી ‘એ’ કેબિન–ચાંદલોડિયા–ખોડિયાર ના રસ્તે ચાલશે. આ દરમિયાન, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) પર રોકાશે.

04-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 12216 બાંદ્રા ટર્મિનસ–દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ અમદાવાદ–સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)–ખોડિયારના બદલે પરિવર્તિત માર્ગ વાયા અમદાવાદ–સાબરમતી ‘એ’ કેબિન–ચાંદલોડિયા–ખોડિયાર ના રસ્તે ચાલશે.

05-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 11089 ભગત કી કોઠી–પુણે એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખોડિયાર–સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર–ચાંદલોડિયા–સાબરમતી ‘એ’ કેબિન ના રસ્તે ચાલશે.


આ પણ વાંચો : Surendranagar News : શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી