ટ્રેન નંબર 09497 ની બુકિંગ 19 ડિસેમ્બર 2025 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
ટ્રેન નંબર 09497/09498 સાબરમતી-શકુર બસ્તી (દિલ્હી) સ્પેશિયલ (4 ફેરા)
01-ટ્રેન નં. 09497 સાબરમતી-શકુર બસ્તી સ્પેશિયલ 22 અને 24 ડિસેમ્બર 2025 ના રોજ સાબરમતી થી 22.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 15.15 વાગ્યે શકુર બસ્તી પહોંચશે.
02-તેવી જ રીતે, ટ્રેન નં. 09498 શકુર બસ્તી-સાબરમતી સ્પેશિયલ 23 અને 25 ડિસેમ્બર 2025 ના રોજ શકુર બસ્તીથી 21.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12.20 વાગ્યે સાબરમતી પહોંચશે.
03-માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં બધા કોચ એસી 3-ટાયર (હમસફર) શ્રેણીના રહેશે.
આ પણ વાંચો : Junagadh News : કેશોદ પોલીસ અને જૂનાગઢ LCBનું સંયુક્ત ઓપરેશન, આરોપીઓએ કેશોદમાંથી ચોરેલા 66 ફોન સરહદ પાર નેપાળ પહોંચાડયા