ગુજરાતમાં ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટો વારંવાર રદ થવાને કારણે મુસાફરોને પડી રહેલી ભારે હાલાકીને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. ફ્લાઈટ રદ થવાથી અટવાયેલા પ્રવાસીઓની સુવિધા માટે રેલવે દ્વારા સાબરમતીથી દિલ્હી વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે દ્વારા આ વિશેષ ટ્રેન કુલ ચાર દિવસ માટે દોડાવાશે, જેથી દિલ્હી જઈ રહેલા મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા મળી રહે.

ટ્રેનનું સમયપત્રક આ મુજબ રહેશે

  • 7 અને 9 ડિસેમ્બર: આ વિશેષ ટ્રેન રાત્રે 10.55 વાગ્યે સાબરમતીથી દિલ્હી માટે રવાના થશે.
  • 8 અને 10 ડિસેમ્બર: આ વિશેષ ટ્રેન રાત્રે 9.00 વાગ્યે દિલ્હીથી પરત આવવા માટે ઉપડશે.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાના કારણે જે મુસાફરોની ટિકિટ રદ થઈ છે અને જેમને તાત્કાલિક દિલ્હી જવું અનિવાર્ય છે, તેમના માટે રેલવેનો આ નિર્ણય સંકટમોચક સાબિત થશે.