સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન સામે આકરો પલટવાર કર્યો છે. ઋષભ રૂપાણીએ એક વીડિયો વાયરલ કરીને ખડગેને તેમની જ ભાષામાં (કન્નડમાં) અને વૈશ્વિક સ્તરે સમજાય તે રીતે અંગ્રેજીમાં રોકડું પરખાવ્યું છે.
ગુજરાતની તાકાતના આંકડા સાથે આપ્યો જવાબ
ઋષભ રૂપાણીએ એક સુશિક્ષિત યુવાન તરીકે ગુજરાતની પ્રગતિના આંકડા રજૂ કરતા જણાવ્યું કે ગુજરાતનો GDP ગ્રોથ રેટ ખુબ જ સારો છે અને દેશના એક્સપોર્ટમાં ગુજરાતનો ફાળો પણ વધારે છે. રાજ્યનું બજેટ 4 લાખ કરોડને આંબી ગયું છે.પેટ્રોલિયમ અને કેમિકલ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ફાર્મા ક્ષેત્રે ગુજરાત વન-થર્ડ પ્રોડક્ટ્સ બનાવે છે જે વિશ્વભરમાં નિકાસ થાય છે. ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક અને ગિફ્ટ સિટી જેવી સિદ્ધિઓ ગુજરાત પાસે છે.
કોંગ્રેસની માનસિકતા પર પ્રહાર
ઋષભે ખડગેને સવાલ કર્યો કે, માત્ર પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ તમને ચૂંટણીઓમાં વારંવાર હરાવે છે એટલે તમે આખા ગુજરાતને ધિક્કારો છો? કેરળના થોડા મતો મેળવવા માટે તમે દેશને ધર્મ, જાતિ અને રાજ્યના નામે વિભાજિત કરી રહ્યા છો." તેમણે વધુમાં ઉમેર્યું કે, "અમે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં હાર્યા પણ અમે ત્યાંના લોકો વિશે ક્યારેય અપશબ્દો બોલ્યા નથી. ભાજપ અને RSS હારમાંથી શીખે છે, તમે કેમ શીખતા નથી?"
તમારા માનસિક સ્વાસ્થ્યની કામના કરું છું
ઋષભ રૂપાણીએ અંતમાં ગંભીર ટકોર કરતા કહ્યું કે, આવા નિવેદનોથી તમે આદર ગુમાવી રહ્યા છો અને તમારો પક્ષ ડૂબી રહ્યો છે. હું તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની કામના કરું છું, પણ આવનારી ચૂંટણીમાં ગુજરાતની જનતા તમને ચોક્કસ જવાબ આપશે." હાલમાં ઋષભ રૂપાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને યુવા વર્ગમાં તેની ભારે પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો--- Gujarat Latest News Live : છેલ્લી ઘડીએ રાજકોટ, વ઼ડોદરામાં ભાજપ-કોંગ્રેસે કેટલાક ઉમેદવારો બદલ્યા, ફોર્મ ભરવા ઉમેદવારોનો જમાવડો