અષાઢી બીજીના પાવન પર્વે નીકળેલી નગરચર્યા બાદ, ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ભક્તજનોને દર્શન આપીને મોડી સાંજે નિજ મંદિર પરત ર્ફ્યા હતા.. આ સાથે જ અમદાવાદની પરંપરાગત રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થઈ છે. આ વર્ષની રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ કોમી એકતા, સાંસ્કૃતિક ધરોહરની જાળવણી અને નાગરિક જાગૃતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાંથી પસાર થઈ, ત્યારે વાતાવરણ જય રણછોડ, માખણ ચોરના નારાઓથી ગુંજી ઉઠયું હતું.
