રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની મૂદત આજે 17 એપ્રિલના રોજ પૂર્ણ થશે.અત્યાર સુધીમાં 2,06,482 ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યુ છે.ગત વર્ષે રાજ્યભરમાંથી કુલ 2,38,942 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં હતા. 84 હજાર કરતાં વધુ બેઠકોમાં પ્રવેશ માટે ગત તા.4 એપ્રિલથી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લીધે આવકનુ પ્રમાણપત્ર સહિતના ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવામાં વાલીઓને મૂશ્કેલી પડતી હોવાથી ફોર્મ ભરવાની મૂદત લંબાવવાની માગ ઉઠી છે.


ઓનલાઈન ફોર્મ ભરવાની મૂદત આજે પૂર્ણ થશે

રાજ્યની 9722 જેટલી ખાનગી શાળાઓમાં ગત વર્ષે પ્રવેશ મેળવેલા કુલ વિદ્યાર્થીઓના 25 ટકા એટલે કે 84 હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.ગત વર્ષે 93 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને તા.4 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની મૂદત આપવામાં આવી હતી જે આજે પૂર્ણ થશે. બીજી તરફ યુથ કોંગ્રેસ સહિત વાલીઓ દ્વારા મૂદતમાં વધારો કરવાની માગ કરી છે. જેમાં જણાવ્યુ છે કે, પ્રવેશ મેળવવા માટે વિવિધ કેટેગરીના પ્રમાણપત્ર, નોન ક્રીમીલીયર સર્ટિફીકેટ, આવકનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ્સ કઢાવવા પડે છે.

ફોર્મ ભરવાની મૂદત લંબાવવાની માગ ઉઠી

બીજી તરફ ચૂંટણીની પ્રક્રિયા પણ નિરંતર ચાલી રહી છે.જેથી અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી વાલીઓને ડોક્યુમેન્ટ્સ કઢાવવામાં વિલંબ થતો હોવાનું જાણવા મળ્યુ છે. જેથી આરટીઈ હેઠળ ફોર્મ ભરવાની મૂદત લંબાવવાની માગ ઉઠી છે.ઉલ્લેખનીય છે કે,ઉમેદવારોની ઓનલાઈન અરજીઓ આવ્યા બાદ વિવિધ જિલ્લા કક્ષાએ તેની ચકાસણી કરવામાં આવશે.જિલ્લા કક્ષાએ ચકાસણી થયા બાદ સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ ફાળવવામાં આવશે.પ્રવેશ એલોટ થયા અંગેનો દરેક વાલીના મોબાઈલ નંબર પર મેસેજ આવતો હોય છે.


આ પણ વાંચોઃ Local body election : CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા : નીતિન પટેલ


  • Follow us on: