ગુજરાત વાહન વ્યવહાર કમિશ્નરના આદેશ બાદ રાજ્યાં ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. વાહનોમાં વ્હાઇટ લાઇટ અને મોડીફાઇડ હોર્ન સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં આરટીઓ દ્વારા આ પ્રકારની લાઈટ સામે ડ્રાઈવ યોજવામાં આવી છે. શહેરના રિંગ રોડ પર પોલીસે વિશેષ ડ્રાઈવ યોજી હતી.

આરટીઓ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી

અમદાવાદમાં રોડ સેફ્ટી અંતર્ગત યોજવામાં આવેલી આ ડ્રાઈવમાં મોડીફાઈડ એલઈડી બલ્બ વાળા વાહનોને ઝડપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં આવા વાહનો સામે 400થી વધુ કેસ કરવામાં આવ્યા હતાં. ગત વર્ષે મોડીફાઈડ વાહનોના 1180 કેસ કરવામાં આવ્યા હતાં. વાહનોમાં મોડીફાઈડ એલઈડીથી વધી રહેલા અકસ્માતોને ઘટાડવા માટે આરટીઓ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી.