અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. જેલમાં હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં બંધ પાકા કામનો કેદી માલદેવ પરમાર જેલના મુખ્ય દરવાજાથી જ ફરાર થઈ જતાં જેલ પ્રશાસનમાં ભારે ફફડાટ ફેલાયો છે.
સાબરમતી જેલમાંથી કેદી ફરાર
જેલના નિયમિત ગણતરીના સમયે એક કેદી ઓછો હોવાનું ધ્યાન પર આવતા જેલ સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કેદી માલદેવ પરમાર જેલના અત્યંત સુરક્ષિત ગણાતા મુખ્ય દરવાજા (મેઈન ગેટ) પરથી જ ફરાર થઈ ગયો છે. આ ઘટના બાદ જેલ સ્ટાફની ઘોર બેદરકારી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.
