આજે બધા વરસાદ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ
આજથી 43 વર્ષ પહેલાં 22 જૂન 1983 ના દિવસે શાપુર તેમજ વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને
શાપુરમાં આ સમયે ભયંકર જળ હોનારત થઈ હતી જેના દ્રશ્યો આજે પણ એ સમયના વડીલોની આંખો
સામેથી દૂર થતા નથી. એક જ દિવસમાં
70 ઈંચ જેટલા પડેલ વરસાદથી ચાર નદી ગાંડીતુર બનતા સેકંડો લોકોઅને પશુઓ મોતના મુખમાં
હોમાઈ ગયા હતા. આજે સોમવાર 22
જુને શાપુર જળ હોનારતને 43 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
એક જ દિવસમાં 70 ઈંચ જેટલા વરસાદથી ચારે તરફ્ જળબંબાકારની
પરિસ્થિતિ સર્જાઇ હતી ઓઝત ,કાળવો, ઉબેણ અને મધુવંતી નદી ગાંડીતૂર બની હતી શાપુરમાં જોત જોતામાં ગઢની રાંગ થી ઉપર
સુધી પાણી ભરાઈ ગયું હતું લોકો સતત બે દિવસ સુધી મકાનના નળિયા છાપરા કે વૃક્ષો પર ચડીને
રાહ્યા હતા અને 48 કલાક સુધી પાણી ભરાયેલું રહ્યું હતું રેલ્વે લાઈન સંપૂર્ણપણે નાશ
પામી હતી. વીજળીનો એક પણ
થાંભલો બચ્યો ન હતો ટેલીફોન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને રસ્તાઓ પૂરેપૂરા
તૂટી ગયા હતા ચોથા દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આવી પહોંચ્યા હતા અને તારાજી
જોઈને અવાચક બની ગયા હતા સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ,ટોચના રાષ્ટ્રીય અને રાજકીય નેતાઓ શાપુરની મુલાકાતે આવ્યા હતા અને ફ્ક્ત સાત દિવસમાં
સમગ્ર પંથક બેઠો કરી દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો દ્વારા મુખ્ય પ્રચારક એવા સ્વ. સવજીભાઈ કોરાટની આગેવાની નીચે પશુઓના સડેલા અને કોહવાઈ ગયેલા મૃતદેહ એકઠા કરીને
અંતિમવિધિ કરવામાં આવી હતી અને ગામમાં સાવરણા લઈને કાદવ કિચડની સફાઈ કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










