સ્કેચર્સ જે એક કમ્ફર્ટ ટેક્નોલોજી કંપની છે, તેના પ્રોજેક્ટ K2Kના નોંધપાત્ર માઈલસ્ટોન પૂર્ણ કરતા એથ્લિટ કાર્તિક જોશી 2000 કિલોમીટરનું સીમાચિહન પાર કરીને મહારાષ્ટ્ર પહોંચી ગયા છે. તેમણે 2જી મેના રોજ કારગિલથી આ દોડની શરૂઆત કરી હતી. મુંબઈ અને થાણેમાં તેમને રનિંગ કોમ્યુનિટીના સભ્યો તેમની સાથે જોડાયા હતા. અહીં કાર્તિક સાથે રાહુલ વીરા, સ્કેચર્સ સાઉથ એશિયા પ્રા. લિ.ના સીઈઓએ વાત કરી તેમની સાથે ઉજવણી કરી હતી. તેમણે આ દોડમાં સ્કેચર્સના એરો બર્સ્ટ અને એરો સ્પાર્કનો ઉપયોગ કર્યો છે. આ પ્રસંગે રાહુલ વીરા, સ્કેચર્સ સાઉથ એશિયા પ્રા. લિ.ના સીઈઓએ જણાવ્યું હતું કે, રનિંગ અને પર્ફોમન્સમાં નાવિન્ય એ સ્કેચર્સનો વૈશ્વિક સિદ્ધાંત છે. કાર્તિક જોશીએ કહ્યું હતું કે આ યાત્રામાં મારી કલ્પના બહારની કસોટી થઈ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: