સ્કોડા ઓટો ઈન્ડિયાએ ગુજરાતના અમદાવાદ અને હિંમતનગરમાં ત્રણ નવા કસ્ટમર ટચ પોઇન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે, જેના પરિણામે રાજ્ય તેમજ ભારતના પશ્ચિમ ભારતમાં કંપનીનું નેટવર્ક વધુ મજબૂત બન્યું છે.PPS Motors Pvt. Ltd. સાથેની ભાગીદારી હેઠળ શરૂ કરાયેલી આ નવી સુવિધાઓમાં નરોડામાં નવું સેલ્સ અને સર્વિસ કેન્દ્ર, મણિનગરમાં નવું સેલ્સ સુવિધા તેમજ હિંમતનગરમાં નવી કોમ્પેક્ટ 3S સુવિધાનો સમાવેશ થાય છે. અમદાવાદના નરોડા સ્થિત સુવિધા 26,700 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે, જ્યાં છ વાહનોના ડિસ્પ્લે માટેની વ્યવસ્થા તેમજ 19 સર્વિસ બે ઉપલબ્ધ છે. જ્યારે મણિનગર સ્થિત ડીલરશિપમાં 4,800 ચોરસ ફૂટની સેલ્સ ફેસિલિટી છે, જેમાં સાત વાહનોના ડિસ્પ્લે માટેની સુવિધા ઉપલબ્ધ છે.
