વસ્ત્ર્રાલ વિસ્તારમાં આવેલી ભાવના શિક્ષણ સંકુલની બહાર ચાલી રહેલી કેનાલની અત્યંત ધીમી કામગીરી સ્થાનિક તંત્રની આળસનો જીવતો જાગતો પુરાવો બની ગઈ છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ શાળાએ આળી રહ્યા છે. પરંતુ શાળા તરફ્ જવાના બંને મુખ્ય માર્ગો લાંબા સમયથી બંધ હોવાના કારણે આશરે 3,000થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે શાળાએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે સ્કૂલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તાત્કાલિક માર્ગ ખુલ્લો કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. મહત્વનું છે કે વસ્ત્ર્રાલના ભાવના શિક્ષણ સંકુલમાં અહીં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બિલકુલ બહાર કેનાલ સંબંધિત કામગીરી ચાલી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે અને તેના કારણે શાળા તરફ્ જતા બંને મુખ્ય રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક કરી દેવાયા છે. મહત્વનું છે કે વેકેશન દરમિયાન આ ખોદકામ કરવામાં આવ્યું હતું ખોદકામ વખતે પણ તંત્રને ધ્યાન હતું કે આ કામગીરી વેકેશન દરમિયાનજ પુરી કરવી પડશે પરંતું આ કામગીરી હજુ સુધી પંદરથી વીસ ટકાજ થઈ છે.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









