અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરી રહ્યું છે. અત્યાર સુધી શહેરના સ્માર્ટ ટોયલેટમાં સિક્કા નાખીને પ્રવેશ મેળવવાની પદ્ધતિ હતી, પરંતુ ઘણીવાર સિક્કા ન મળવા અથવા ટેકનિકલ ખામીને કારણે નાગરિકોને મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ રૂપે હવે AMC દ્વારા તમામ સ્માર્ટ ટોયલેટમાં QR કોડ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમથી વપરાશકર્તાઓ કોઈપણ UPI એપ દ્વારા સીધું સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ કરી શકશે, જેનાથી 'કેશલેસ' સુવિધાનો વ્યાપ વધશે.


AMC ની હાઈટેક પહેલ

તંત્ર દ્વારા આ આયોજન પાછળનું મુખ્ય કારણ પારદર્શિતા લાવવાનું અને ગેરરીતિ રોકવાનું છે. સિક્કાના કલેક્શનમાં ઘણીવાર હિસાબની ગરબડ કે ચોરી થવાની શક્યતા રહેતી હતી, જે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આવવાથી સંપૂર્ણપણે નાબૂદ થશે. દરેક વપરાશકર્તા દ્વારા કરવામાં આવેલું ચૂકવણું સીધું જ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેંક ખાતામાં જમા થશે. આ આધુનિકીકરણથી શહેરના જાહેર શૌચાલયો વધુ સુવિધાજનક અને હાઈટેક બનશે, તેમજ મેન્ટેનન્સ અને આવક પર પણ તંત્ર વધુ સારી રીતે નજર રાખી શકશે.

આ પણ વાંચો : Gandhinagar News : રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે, 178 કરોડના ખર્ચે 14 નવી MRI મશીનો ખરીદાશે

  • Follow us on: