શહેરમાં વેપારીઓ માટે ઘરના જ કર્મચારીઓ જોખમી સાબિત થઈ રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રામોલ વિસ્તારમાં પાન-મસાલાની હોલસેલ દુકાનમાં કામ કરતા એક કર્મચારીએ બિસ્કિટના પાર્સલની આડમાં સિગારેટની ચોરી કરવાનું મોટું કારસ્તાન આચર્યું છે.
બિસ્કિટના પાર્સલની આડમાં સિગારેટની ચોરી
મળતી માહિતી મુજબ, આરોપી કર્મચારી પાન-મસાલા અને બિસ્કિટની હોલસેલ દુકાનમાં નોકરી કરતો હતો. તે પોતાના મળતિયાઓને નકલી ગ્રાહક બનાવીને દુકાને બોલાવતો હતો. ગ્રાહક જ્યારે બિસ્કિટના પાર્સલનો ઓર્ડર આપે, ત્યારે આ કર્મચારી હોશિયારીથી બિસ્કિટના બોક્સની અંદર મોંઘીદાટ સિગારેટના પેકેટો છુપાવી દેતો હતો. ઉપરથી પાર્સલ બિસ્કિટનું જ દેખાતું હોવાથી માલિકને શંકા જતી નહોતી.










