ભરૂચ જિલ્લાના પાનોલી GIDCમાં આવેલી SML લિમિટેડ કંપનીમાં આજે બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.​સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગ લાગવાની સાથે જ કંપનીમાં એક ખૂબ જ શક્તિશાળી અને મોટો ધડાકો પણ થયો હતો. આ ધડાકો એટલો તીવ્ર હતો કે આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓએ પણ તેના આંચકા અને અવાજ અનુભવ્યા હતા, જેના કારણે આજુબાજુની ફેક્ટરીઓમાં પણ થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.​આગ લાગવાનું ચોક્કસ અને અગમ્ય કારણ હજી સુધી જાણી શકાયું નથી. કંપની સત્તાધીશોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.​આ પ્રકારની ઔદ્યોગિક દુર્ઘટનાઓ પાનોલી અને અંકલેશ્વર GIDCમાં ચિંતાનો વિષય બની રહી છે. આ ઘટના બાદ હવે GPCB અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ (DISH) દ્વારા કડક પગલાં લેવામાં આવે તે અનિવાર્ય બન્યું છે.​તંત્ર દ્વારાઆ કંપનીના સેફ્ટી ઓડિટ અંગે વિવિધ બાબતોની તાત્કાલિક તપાસ થવી જરૂરી છે.



ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: