અમદાવાદ શહેરના બસ સ્ટેન્ડ હવે હાઈટેક બની ગયા છે. આ પ્રકારના બસ સ્ટોપ પર મુસાફરો માટે સૌથી નવતર પ્રયોગ વાયરલેસ ચાર્જિંગ સુવિધાનો રખાયો છે. તૈયાર સ્ટેન્ડ પર ફોન મૂકતા જ વાયરલેસ ચાર્જિંગથી ફોન ચાર્જ થઈ જશે. શહેરના ડ્રાઈવ-ઈન રોડ, સિંધુભવન અને નિકોલ વિસ્તારમાં આ પ્રકારના અત્યાધુનિક ડિજિટલ AMTS બસ સ્ટેશન બનાવાયા છે જેમાં CCTV કેમેરા, બસ ટાઈમ ટેબલની વિશાળ સ્ક્રીન સાથે રિયલ-ટાઇમ બસ અપડેટ, આરામદાયક વેઇટિંગ એરિયાનો સમાવેશ થાયછે. આગામી સમયમાં AMTS દ્વારા શહેરમાં કુલ 500થીવધુ સ્માર્ટ બસ શેલ્ટરની યોજના પણ છે, જે મુસાફરોની સફરને વધુ સરળ અને સુવિધાજનક બનાવશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: