GLS યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ્ કોમર્સ (GLS-FOC) દ્વારા 'STATSTORM-The Statistics Club' ના બેનર હેઠળ ૨૭ અને ૨૯ જૂન, ૨૦૨૬ ના રોજ 'STATSPARX ૨૦૨૬' નું ભવ્ય આયોજન કરીને ૨૦મા રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ આધુનિક ભારતીય આંકડાશાસ્ત્ર્રના પાયાના શિલ્પી અને પદ્મ વિભૂષણ પ્રો. પ્રશાંત ચંદ્ર મહાલનોબીસની જન્મજયંતિ નિમિત્તે યોજાયો હતો, જેમણે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરીને દેશમાં પુરાવા આધારિત આયોજનની નવી દિશા આપી હતી. આ વર્ષની રાષ્ટ્રીય થીમ 'અનલોકિંગ ધ પોટેન્શિયલ ઓફ એડમિનિસ્ટ્રેટિવ ડેટા' પર આધારિત આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિશ્લેષણાત્મક વિચારશક્તિ, માહિતીના અર્થઘટનની કળા અને ડેટા સાયન્સ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જેથી તેઓ આધુનિક સામાજિક અને આર્થિક પડકારોને ડેટાના માધ્યમથી સમજી શકે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: