ન્યૂ રાણીપમાં એરિસ્ટો આનંદમ ફ્લેટના બી બ્લોકના છઠ્ઠા માળે ઘરની બારીમાં લગાવેલી જાળી કાપીને ફરી નીટની પરિક્ષાની તૈયારી કરતા સગીર વિધાર્થીએ પડતું મૂકીને આપઘાત કર્યો હતો. વિદ્યાર્થી નીચે પડતા સિકયુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. મૃતક વિધાર્થીનું ડોકટર બનવાનું સપનુ હતું.


ન્યૂ રાણીપમાં એરિસ્ટો આનંદમ ફ્લેટના બી બ્લોકમાં છઠ્ઠા માળે ૧૭ વર્ષીય કહાન પટેલ માતા અને ૧૩ વર્ષના ભાઇ સાથે રહેતો હતો. ગત ૧૭ જૂને રાત્રે તે પરિક્ષાની તૈયારી કરતો હતો આ સમયે માતા અને ભાઇ અન્ય રૂમમાં સૂતા હતા. બુધવારે રાત્રે ૨.૪૦ વાગ્યે તેને ઘરમાં બારીમાં લગાવેલી નેટ કાપીને કૂદીને આપઘાત કર્યો હતો. ઘટનાને લઇને સાબરમતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. પોલીસે તપાસ કરતા માહિતી બહાર આવી કે મૃતકે NEETના વિકલ્પ તરીકે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું. વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૨ની પરીક્ષામાં ૮૫ ટકા આવ્યા હતા. કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી સામે આવ્યું નથી. મૃતદેહ પાસેથી વિદ્યાર્થીના ચશ્મા મળી આવ્યા હતા.પોલીસે આસપાસના પાડોશીઓ, સંબંધીઓ અને માતા-પિતાના નિવેદન લઈ મૃતક વિધાર્થીનું લેપટોપ કબ્જે કરીને FSLમાં મોકલ્યું છે. પરિક્ષા હોવાથી સોશિયલ મીડિયાથી દૂર રહેવા વિધાર્થીનો મોબાઈલ કોચિંગ ક્લાસીસ વાળાએ જમા કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: