ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા કેસમાં સુપ્રીમ કોર્ટેના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માની ખંડપીઠે આખરે તથ્ય પટેલને જામીન પર મુક્ત કર્યો છે. 20મી જુલાઈ 2023ના રોજ તથ્ય પટેલની ધરપકડ કરી ત્યારથી તે જેલમાં હતો. આશરે 1,032 દિવસ જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. હવે તે પ્રક્રિયા પૂર્ણ કરીને જેલમુક્ત થયો છે.
9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ જેલ બહાર
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર રફતારના રાક્ષસ તથ્ય પટેલ હવે જેલ બહાર આવ્યો છે. મધ્યસ્થ જેલમાંથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ત્યાર બાદ તેને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.









