શાહીબાગ અને દુધેશ્વર રોડ પર ધોબીઘાટ ખાતેના પ્રાચીન શનિદેવ ધામમાં તારીખ ૧૬-૫-૨૦૨૬, શનિવાર (વૈશાખ વદ અમાસ)ના પવિત્ર દિવસે સૂર્યપુત્ર શનિદેવ જન્મ જયંતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે. આ શુભ દિવસે મંદિરમાં વિવિધ ધાર્મિક અને લોકકલ્યાણના કાર્યોનું સુંદર આયોજન કરાયું છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન દૂધેશ્વર રોડ સ્થિત અતિ પ્રાચીન શનિદેવ ધામ ખાતે નવગ્રહ શાંતિ પાઠ અને ૨૩૦૦ આંકડી શનિ ભંડારો યોજાશે. કુંભ મીન, મેષ, સિંહ અને ધનુ રાશિના જાતકો માટે પનોતી દોષ નિવારણનું વિશેષ આયોજન છે. આ મહોત્સવ અંતર્ગત શનિદેવ અભિષેક, નવગ્રહ શાંતિ પાઠ અને શનિદેવ કથાનું આયોજન કરાયું છે. શ્રાદ્ધાળુઓ માટે જાહેર ૧૦૮ આંકડી આપવાની ફી માત્ર રૂા. ૧૨૫/- રાખવામાં આવી છે, જેનો સમય સવારે ૬થી રાત્રે ૧૧ વાગ્યા સુધીનો રહેશે. બપોરે ૧૨:૫૫ કલાકે મહાપ્રસાદ તેમજ સાંજે ૭થી રાત્રે ૧૧ સુધી જાહેર ભંડારાનું આયોજન કરાયું છે. જ્યોતિષીય દ્રષ્ટિએ હાલમાં જે રાશિઓને શનિની નાની-મોટી પનોતી નડી રહી છે (જેમ કે કુંભ, મીન, મેષ, સિંહ તેમજ ધનુ રાશિ) તે તમામ ભાઈ-બહેનો માટે ગ્રહ શાંતિ અને પનોતી દોષ નિવારણની વિશેષ વ્યવસ્થા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો