અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ગુરુવારે જમાલપુર વિસ્તારમાં એક મોટા ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરિ વળ્યું હતું અને અંદાજે 2000 ચોરસ ફૂટ જેટલું અનધિકૃત બાંધકામ તોડી પાડીને જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ખાડીયા અને જમાલપુર વિસ્તારમાં લોકો દ્વારા મંજૂરી વગર જ અંદાજે 2000 ચોરસ ફૂટનું રેસિડેન્શિયલ કમ કોમર્શિયલ પ્રકારનું મોટું બિનપરવાનગી બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું.આ બાબતે કોર્પોરેશન દ્વારા વારંવાર નોટિસ ફ્ટકારીને આ બાંધકામ સ્વૈચ્છિક રીતે દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં, જવાબદારો દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ ના હટાવાતા કોર્પોરેશને બાંધકામને તોડી પાડયું હતું. મહત્વનું છે કે બાંધકામ તોડતી વખતે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની ટીમનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.


મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું બાંધકામ ભવિષ્યમાં ન કરવામાં આવે તેવી પણ કડક સુચના આપવામાં આવી છે સાથેજ ગેરકાયદેસર બાંધકામ કરતા લોકોને કોર્પોરેશને આ બંધકામ તોડી એક સંદેશો આપ્યો છે કે શહેરમાં આ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો પર AMCનો બૂલ્ડોઝર ચલાવવામાં આવશે અને સાથેજ દંડની વસુલાત પણ કરવમાં આવશે. અમદાવાદમાં હજુ જે ગરેકાયદેસર બાંધકામ છે તેને તોડવા માટે કોર્પોરેશન આગળના દીવસોમાં કાર્યવાહી હાથ ધરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: