ડિજિટલ ટેકનોલોજીના વધતા ઉપયોગ અને સાયબર ગુનાઓના વધતા જોખમ વચ્ચે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સાયબર સિક્યોરિટીને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યની શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ પરંપરાગત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ બનાવવા તરફ્ આગળ વધી રહી છે. પરિણામે શિક્ષણ પદ્ધતિમાં ગુણાત્મક પરિવર્તન આવવાની સાથે વિદ્યાર્થીઓ માટે આઇટી ક્ષેત્રે નવી કારકિર્દીની તકો પણ વિસ્તરી રહી છે. રાજ્યેની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં હવે સાયબર સુરક્ષા, ડિજિટલ હાઇજીન અને ઓનલાઇન સુરક્ષા અંગે જાગૃતિ લાવતાં વિષયોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ, ઓનલાઇન છેતરપિંડીથી બચવાના ઉપાયો અને સોશિયલ મીડિયા સંબંધિત જોખમોની સમજ આપવામાં આવી રહી છે,જેથી તેઓ ડિજિટલ યુગનાપડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી શકે. શિક્ષણઅને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતોના મતે આગામી સમયમાં દરેક ક્ષેત્રમાં ડિજિટલ સુરક્ષાનું મહત્વ વધુ વધવાનું છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં સાયબર સિક્યોરિટીને પ્રાધાન્ય આપવાના પ્રયાસોથી રાજ્યના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનશે અને આઇટી ક્ષેત્રમાં નવી ઓળખ ઊભી કરી શકશે.

બારડોલી સર્કિટ હાઉસ સામે રસ્તા પર વીજતાર પડતા નાસભાગ મચી









