સાબરમતી પૂર્વ રિવરફ્રન્ટ જમાલપુર વોર્ડ પર ભદ્રના કિલ્લાની પૃષ્ઠભૂમિમાં નવું નજરાણું ઉમેરાયું છે.AMC અને UNM ફાઉન્ડેશન (ટોરેન્ટ) દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ 10 કરોડથી વધુના ખર્ચે 20,000 ચોરસ મીટર વિસ્તારમાં નવનિર્મિત હેરિટેજ પાર્કનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરાયું. અમદાવાદના ભવ્ય ઇતિહાસ અને સ્ถาપત્યની ઝાંખી કરાવતું આ શહેરનું 12મું જાહેર ઉદ્યાન છે, જેમાં અમદાવાદના વારસાને જીવંત કરતા 5 કાયમી સ્થાપત્યો આકર્ષણનું કેન્દ્ર બનશે.
