અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલો આ ઐતિહાસિક ચબૂતરો તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે આજે જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. વિશ્વ ધરોહર સિટીનું ગૌરવ ધરાવતા અમદાવાદમાં આપણી ભવ્ય સંસ્કૃતિના પ્રતીક સમાન આ સ્થાપત્ય યોગ્ય જાળવણીના અભાવે ખંડેર બની રહ્યું છે. ચબૂતરાના કલાત્મક પિલર, છત અને લાકડાનું નકશીકામ સમયની સાથે ક્ષીણ થઈ રહ્યા છે, અને પક્ષીઓના આશરા સમાન આ જગ્યા પર હવે રખડતાં પ્રાણીઓ જોવા મળી રહ્યા છે.

નિઝરના ભીલજાંબોલી ગ્રૂપ ગ્રામ પંચાયતની શાળાઓમાં પ્રવેશોત્સવ









