ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે ત્યાં જ સ્માર્ટ સિટીના દાવાઓ ધોવાઈ ગયા હોય તેવા દ્વશ્યો પૂર્વ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. ઈન્દ્રપુરી વોર્ડમાં આવેલી પુષ્પાંજલિ વિદ્યાલય પાસેના અર્બન હેલ્થ સેન્ટરથી લઈને રામોલ પોલીસ સ્ટેશન સુધીનો મુખ્ય રસ્તો માત્ર એક જ વરસાદમાં સંપૂર્ણપણે તૂટી ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા-મોટા ગાબડાં પડી જતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ માર્ગ માત્ર સ્થાનિક પૂરતો મર્યાદિત નથી, પરંતુ કેનાલ તરફ્ જવા માટે અને વસ્ત્ર્રાલ વિસ્તારમાં અવરજવર કરતા હજારો નાગરિકો માટે આ એક મહત્વનો કનેક્ટિંગ રોડ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો