ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગચાળો માથું ન ઊંચકે તે માટે સ્થાનિક પ્રશાસન એલર્ટ બન્યું છે. તાજેતરમાં ગોરના કુવા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ભરાયેલા બંધિયાર પાણીને કારણે સ્થાનિક રહીશોમાં મચ્છરોનો ત્રાસ વધવાની ભીતિ સેવાઈ રહી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મચ્છરોના નાશ માટેની કામગીરી હાથ કરવામાં આવી છે.કેનાલના સ્થિર પાણીમાં મચ્છરો પોતાના પોરાન મૂકે અને ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયા જેવા જીવલેણ રોગોનો ઉપદ્રવ ન વધે તે માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે.
