અરવલ્લીના મેઘરજ તાલુકાના છેવાડાના કાનપુર ગામનો વતની અને અમદાવાદના મેઘાણીનગરમાં રહેતો આર્યન અસારી તે સમયે પોતાના ઘરના ધાબા પર ઉભો હતો. ત્યારે તેની નજર નજીકથી પસાર થઈ રહેલા વિમાન પર પડી હતી અને તેણે પોતાના મોબાઈલમાં તેનો વીડિયો કેદ કર્યો હતો. તેને પણ ખબર ન હતી કે જે વિમાનનો તે વિડિયો ઉતારી રહ્યો છે તે પળભરમાં ક્રેશ થઈ જશે અને એક મુસાફરને બાદ કરતાં પ્લેનમાં સવાર તમામ મુસાફ્રોના કરુણ મોત થશે. અરવલ્લીના આ યુવકે ઉતારેલો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આર્યન અસારી આજે પણ તે કરુણ પળોને યાદ કરીને ભયભીત થાયછે. તે કહે છે કે, આ દુર્ઘટનામાં અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવી બેઠા હતા અને આવી દુર્ઘટના ફરિ ક્યારેય ન બને તેવી ભગવાનને તે પ્રાર્થના કરે છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: