અમદાવાદના વાડજ વિસ્તારમાં સ્ટેટ બેંકના કર્મચારીના ઘરમાં થયેલી સોનાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ કેસમાં વાડજ પોલીસે જયદીપ સુરેશભાઈ સોલંકી અને પાયલ મનુભાઈ પરમારની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઘરકામ કરતા યુવકે પોતાની મિત્ર સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓએ ઘરની અંદરની માહિતીનો લાભ લઈ કિંમતી સોનાના દાગીનાની ચોરી કરી હતી.
21 તોલા સોનાના દાગીના સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.3,17,36,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં અંદાજે 21 તોલા સોનાના કિંમતી દાગીનાનો સમાવેશ થાય છે. સોનાની ચેન, વીંટી, બંગડી, બ્રેસલેટ સહિતના દાગીના પોલીસે જપ્ત કર્યા છે. ચોરી બાદ આરોપીઓ મુદ્દામાલ છુપાવી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્ક કામગીરીના કારણે તેઓ ઝડપાઈ ગયા હતા.
