ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં આજે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓ અને ઈંધણનો સ્ટોક પૂરો થઈ જવાની આશંકાને પગલે લોકોમાં 'પેનિક બાયિંગ' (ગભરાટમાં ખરીદી) જોવા મળી રહી છે.

અનેક પેટ્રોલ પંપો પર વાહનચાલકોનો ધસારો

સવારથી જ એસ.જી. હાઈવે, આશ્રમ રોડ અને પૂર્વ અમદાવાદના અનેક પેટ્રોલ પંપો પર વાહનચાલકોનો ધસારો વધ્યો છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે હાઈવે પર પંપ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

 પંપો પર 'સ્ટોક નથી' ના બોર્ડ વાગી જતાં લોકોમાં વધુ ફફડાટ

કેટલાક પેટ્રોલ પંપો પર 'સ્ટોક નથી' ના બોર્ડ વાગી જતાં લોકોમાં વધુ ફફડાટ ફેલાયો હતો. ખાસ કરીને ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને ટાંકી ફૂલ કરાવી રહ્યા છે.

લોકો સ્ટોક પૂરો થઈ જશે તેવા ડરથી પેટ્રોલ લેવા પહોંચી ગયા

જો કે સપ્લાયમાં થોડો વિલંબ હોઈ શકે છે પરંતુ ઈંધણની કોઈ કાયમી અછત નથી. તેમ છતાં, લોકો સ્ટોક પૂરો થઈ જશે તેવા ડરથી પેટ્રોલ લેવા પહોંચી ગયા છે. કેટલાક વિસ્તારોમાં પંપ બંધ થવાને કારણે લોકો એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. 


આ પણ વાંચો---     Vadodara News: સાવલીમાં ગેસની બોટલો લઈને જતી ગાડીને રોકી લોકોએ ભરેલી બોટલો લઈ લીધી