નેતાઓ અને કોર્પોરેટરોમાં જનતાના ટેક્સના પૈસા વાપરી નાખવાની કેવી આંધળી દોટ જામતી હોય છે, તેનો એક જીવતો-જાગતો અને હાસ્યાસ્પદ નમૂનો બરોડા એક્સપ્રેસ-વેના માર્જિન વિસ્તાર એટલે કે બફર ઝોનમાં જોવા મળ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ગ્રાન્ટ માંથી ટાઇલ્સવાળા ચમકતા બાંકડાઓ ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ આ બાંકડા પર બેસવા માટે માણસ તો ઠીક, પશુઓ પણ જઈ શકે તેમ નથી. સ્થાનિકોનું કહેવું છે કે અમારી સોસાયટીના આંતરિક રસ્તાઓ, પાણી અને સ્ટ્રીટ લાઈટોના ઠેકાણા નથી, ત્યાં રજૂઆતો કરવા છતાં બજેટ નથી એવું બહાનું કઢાય છે. બીજી તરફ્ જ્યાં કોઈ માણસ જઈ જ નથી શકતું. ત્યાં જનતાની પરસેવાની કમાણીના પૈસા બાંકડા પાછળ વેડફી દેવાયા છે.
મહત્વનું છે કે જયારે કોર્પોરેશનનું બજેટ વર્ષ પૂરું થવા આવ્યું હોય અને ચૂંટણીઓ પણ નજીક હોય ત્યારે ગ્રાન્ટ લેપ્સ ન જાય અને કાગળ પર વિકાસના કામો બતાવી શકાય, તે માટે નેતાઓએ આ અંધેર નગરી જેવો નિર્ણય લેતા હોય છે જે જગ્યાએ લોકો સાંજે વોકિંગ કરવા આવતા હોય, જ્યાં બગીચો હોય કે સોસાયટીની બહાર ખુલ્લી જગ્યા હોય ત્યાં બાંકડા મૂકવાને બદલે, આવી પ્રતિબંધિત અને ધૂળિયા માર્ગવાળી જગ્યા પસંદ કરવામાં આવી છે. બાંકડા પર લગાવેલી કાળા પથ્થરની તકતીઓ નેતાઓના નામના પ્રચાર માટે તો ચમકી રહી છે. આસપાસના નાગરિકોનું કહેવું છે કે, અમારી સોસાયટીના આંતરિક રસ્તાઓ, પાણી અને સ્ટ્રીટ લાઈટોના ઠેકાણા નથી, ત્યાં રજૂઆતો કરવા છતાં બજેટ નથી એવું બહાનું કઢાય છે. બીજી તરફ્ જ્યાં કોઈ માણસ જઈ જ નથી શકતું, ત્યાં જનતાની પરસેવાની કમાણીના પૈસા બાંકડા પાછળ વેડફી દેવાયા છે.
