શહેરમાં ટ્રાફ્કિ નિયમોના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મોટરસાઇકલ ચાલકે પાછળ આખી લારી જોડી દીધી છે અને તેના પર અત્યંત લાંબા લોખંડના કે ફાઇબરના પાઇપો જોખમી રીતે લાદવામાં આવ્યા છે. આ પાઇપો બાઇકની આગળ અને પાછળના ભાગથી ઘણા બહાર નીકળેલા છે, જે અન્ય વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
