શહેરના પૂર્વ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન ગણાતા ખારીકટ કેનાલ પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક રોડ-રસ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ નવા નક્કોર રોડની સુંદરતા વધારવા અને પર્યાવરણની જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ડિવાઈડરની વચ્ચે હજારો વૃક્ષો અને છોડ રોપવામાં આવ્યા હતા. અને જાળવણી માટે કોન્ટ્રાક્ટ પણ અપાયો છે. પરંતુ તંત્રની હંમેશાની વાવીને ભૂલી જવાની નીતિને કારણે આજે આ વૃક્ષો માવજતના અભાવે સુકાઈ રહ્યા છે. કરોડોનો ધુમાડો કર્યા બાદ હવે આ વિસ્તાર હરિયાળો બનવાને બદલે ધીમે ધીમે સુકાઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે આ પ્લાન્ટેશન કરવામાં આવ્યું ત્યારે ભારે વાજતે-ગાજતે ફોટો સેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ આ છોડવાઓને નિયમિત પાણી આપવા માટે કોઈ ઠેકાણા નથી. મહત્વનું છે કે અહીં કરોડોના ખર્ચે સરસ રોડ તો બનાવી દીધો અને વચ્ચે મોંઘા છોડ પણ વાવ્યા. પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અને સામાન્ય દિવસોમાં પણ આ છોડને પાણી પાવા માટે કોઈ ટેન્કર ડોકાતું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ માત્ર એસી ઓફ્સિમાં બેસીને કાગળ પર જ બધું લીલુંછમ બતાવી રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: