અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે રસ્તા પર ઊભેલા અન્ય એક વાહનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની આગળની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલક અંદર ફસાઈ ગયો હતો.
જેસીબીની મદદથી કરાયું રેસ્ક્યુ
અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ટ્રકની કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે તાત્કાલિક જેસીબી (JCB) બોલાવવામાં આવ્યું હતું. જેસીબીની મદદથી કેબિનના પતરા તોડીને ભારે જહેમત બાદ ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ચાલકને તુરંત જ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.










