કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી 5 થી 7 ડિસેમ્બર સુધી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લેશે. આ ત્રિ-દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.


અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમો 

અમિત શાહ અમદાવાદમાં ₹618.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા 15 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ શહેરના સુપ્રસિદ્ધ વસ્ત્રાપુર તળાવ, બોપલના ઇલેક્ટ્રોથર્મ ગાર્ડન અને મેમનગર પાર્ટી પ્લોટ સહિતના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત દરમિયાન, અમિત શાહના હસ્તે ૨ આવાસ યોજનાના મકાનોના ડ્રો પણ કરવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને ઘરનું સ્વપ્ન સાકાર થશે.

ગાંધીનગર મતવિસ્તારમાં કાર્યક્રમો 

અમિત શાહ તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં પણ વિકાસની અનેક ભેટ આપશે. તેઓ અહીં ₹2395.77 કરોડના ખર્ચે થનારા 68 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સંયુક્ત રીતે, આ પ્રવાસમાં ₹3000 કરોડથી વધુના વિકાસના કામો ગુજરાતને સમર્પિત કરવામાં આવશે.

 આ પણ વાંચો: ખેલ મહાકુંભ 2025, સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધાનો શુભારંભ


  • Follow us on: