વટવામાં રહેતા રાજેશભાઇ નાયર જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 11 જુલાઇએ તેઓ સાંજે નોકરી પરથી ઘરે ગયા હતા. જે બાદ 13 જુલાઇએ નોકરી ગયા હતા. ત્યાં ડેપ્યુટી પ્રોડક્શન મેનેજરે જણાવ્યુ કે કંપનીના કામમાં વપરાતા કેબલો મળતા નથી. જેથી રાજેશભાઇ કંપનીમાં તપાસ કરવા જતા રૂ. 1.90 લાખના કોપરના વાયરો ગુમ હતા જેથી અજાણ્યો ચોર કંપનીમાં ઘૂસીને ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે રાજેશભાઇએઅજાણ્યા ચોર સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. તથા અજાણ્યા ચોરે કોપરના વાયરોની સાથે અન્ય કોઈ વસ્તું કે રોકડની ચોરી કરી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
