અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાની ગુલબાંગો ફૂંકતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટની પોકળતા વધુ એક વખત સામે આવી છે. અમદાવાદ પૂર્વના દક્ષિણ ઝોનમાં આવેલા ઇન્દ્રપુરી વોર્ડના વસ્ત્ર્રાલ વિસ્તારમાં ફેફ્સા સમાન ગણાતો ધ્રુવ પબ્લિક પાર્ક આજે સત્તાધીશો અને ગાર્ડન વિભાગની ઘોર ઉપેક્ષાના કારણે બદહાલ સ્થિતિમાં મૂકાયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વર્ષ 2023માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રીના સંદેશ સાથે જેનું ભવ્ય લોકાર્પણ કરાયું હતું, તે બગીચો માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જ સુવિધા વિહોણો અને ઉજ્જડ બની ગયો છે. મહત્વનું છે કે ગાર્ડનની મુલાકાત લેતા જ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બયાન કરે છે. જે બગીચામાં બાળકોને રમવા અને વડીલોને ગ્રીનરી વચ્ચે વિહાર કરવા માટે બનાવવામાં આવ્યો હતો, ત્યાં આજે હરિયાળીનું નામોનિશાન જોવા મળતું નથી. લૉન સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે અને આખા ગાર્ડનમાં માત્ર સૂકી માટી અને ધૂળની ડમરીઓ ઊડી રહી છે. વૃક્ષો અને છોડવાઓની યોગ્ય જાળવણી કે પાણી પાવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે બગીચો પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: