સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થતાં જ શાકભાજીની આવક વધે છે અને ભાવ ઘટે છે, પરંતુ આ વર્ષે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને મોટું નુકસાન થતાં બજારમાં આવક ઘટી છે, જેના પરિણામે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જે શાકભાજી અગાઉ ₹૪૦ પ્રતિ કિલોના ભાવે મળતા હતા, તે હવે ₹100થી પણ વધુના ભાવે વેચાઈ રહ્યા છે.
લીલા શાકભાજીના ભાવમાં અધધ વધારો
મુખ્યત્વે શિયાળામાં વપરાતા લીલા અને અન્ય શાકભાજીના ભાવોમાં જબરદસ્ત વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છેઅન્ય મહત્વના શાકભાજીના વર્તમાન ભાવ બજારમાં લીલા શાકભાજી ઉપરાંત અન્ય અગત્યના શાકભાજીના ભાવો પણ ઊંચકાયા છે. ગવાર, ચોળી, ટીંડોળા, ભીંડા: આ શાકભાજી હાલમાં ₹120 થી ₹140પ્રતિ કિલોના ભાવે મળી રહ્યા છે. મેથી, પાલક, કોબી અને ફુલેવાર (ફ્લાવર) આ શાકભાજી ₹60 થી ₹80 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વટાણા ₹60 થી વધીને ₹100 પ્રતિ કિલો. ગાજર અને બીટ: ₹40 થી વધીને ₹80 પ્રતિ કિલો.










