ગયા વર્ષે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 5G સેવા શરૂ કર્યા બાદ અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi હવે ગુજરાતના વધુ 16 શહેરોમાં તેના વિસ્તરણને વધુ વેગ આપી રહી છે, જેની સાથે કુલ આંકડો હવે 20 શહેરો સુધી પહોંચ્યો છે. રાજ્યમાં તેની 5G હાજરીનેવધુ મજબૂત બનાવતા ટેલિકોમ કંપનીએ ભાવનગર, જામનગર, ગાંધીનગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ, ગાંધીધામ, નડિયાદ, આણંદ, ભરૂચ, અંકલેશ્વર, નવસારી, વાપી, દમણ અને સિલ્વાસામાં તેની 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વિસ્તરણ અંગે વોડાફેન આઈડિયાના ગુજરાતના બિઝનેસ હેડ नवीन સિંઘવીએ જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં Viના 5G નેટવર્કના વિસ્ત્ારણને અમે વધુ ગતિ આપી રહ્યા છીએ, કારણ કે રાજ્યના મુખ્ય બજારોમાં અમે અમારી હાજરીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં અમારી પહેલેથી જ હાજરી છે અને હવે અમે વધુ 16 શહેરોમાં અમારી સેવાઓનો વિસ્તાર કર્યો છે. અમારા વિસ્તરણ પાછળનો મુખ્ય હેતુ ઊંચી માંગ ધરાવતા અને ડેટા વપરાશની વિશાળ સંભાવના ધરાવતા વિસ્તારોને પ્રાથમિકતા આપવાનો છે'.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: