સ્માર્ટ સિટી અમદાવાદમાં ટ્રાફ્કિ નિયમોના લીરેલીરા ઉડતા હોય તેવા દ્વશ્યો રોજબરોજ સામે આવી રહ્યા છે. તાજેતરમાં બ્રિજ પરથી પસાર થતી એક નાની માલવાહક ગાડી ક્ષમતા કરતાં વધુ પડતી ગુણીઓ ભરીને જતા જોવા મળી હતી, જે અન્ય વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આટલું જ નહીં, આ ઓવરલોડેડ વાહનની ઉપર એક વ્યક્તિ જીવના જોખમે બેઠેલી પણ નજરે પડે છે. આવા વાહનો અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપે છે. બ્રિજ પર સાંકડી જગ્યામાં જો આ વાહન સંતુલન ગુમાવે, તો મોટી જાનહાની થઈ શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો