વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા થી ભરવાડી દરવાજા તરફ્ જતા માર્ગમાં તિરુપતિ કોમ્પલેક્ષ સામે અવાળાની બાજુમાં જ મુખ્ય રસ્તા પર વીજ ટ્રાન્સફોર્મર વીજ તંત્ર દ્વારા મુકાયેલુ છે. જેમાં શનિવારની રાત્રે કોઈ કારણોસર આગ ભભુકી હતી. જેથી થોડા સમય માટે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. વીજ ટ્રાન્સફોર્મર જગ્યામાં આસપાસમાં વેલ, ઝાડ પાને ભરડો લીધો હતો. જેથી આગે ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું હતુ. નજીકના રહેણાંક વિસ્તારોમાંથી લોકો ઘરોની બહાર નીકળી એકત્ર થઈ ગયા હતા.વીજ તથા પાલિકા તંત્રમાં ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાઈ હતી. તેમજ સમગ્ર વિસ્તારમાં વીજળી વેરણ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ બુઝાવતા વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી. શહેરમાં અવારનવાર ટીસીમાં આગ લાગવાની ઘટના સામે આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ સાથે રોષની લાગણી વ્યાપી છે.        


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: